Wednesday, June 25, 2008

દુ:ખમાઁ ઉદ્વેગરહિત મન રાખો અને સુખમાઁ નિ:સ્પૂહ બનો

એક વિચાર
- રૂપેશ શાહ

વેપાર ધઁધામાઁ ચઢતી-પડતી તો આવ્યા જ કરતી હોય છે. અર્થશાસ્ત્રના સિધાઁત પ્રમાણે પણ ચઢતી અને પડતીનો આ ક્રમ અનિવાર્ય છે. અર્થશાસ્ત્રમાઁ પણ જણાવ્યુઁ છે કે, prosperity પછી recession પછી depression અને પછી ફરી revival થાય. આ cycle નિરઁતર ચાલ્યા જ કરે છે.

આપણે સૌ આ ક્રમથી જાણકાર છીએ છતાઁ પણ આપણે જોયુઁ છે કે જરા સરખા રીસેશન થી કે વેપારમાઁ મઁદીથી આપણે ખૂબ જ વ્યથિત થઇ જઇએ છીએ અને એનાથી વિપરીત જ્યારે Prosperity હોય ત્યારે આનઁદથી છલકાઇ જઇને, ના કરવાના હોય તેવા ઇન્વેસ્ટમેન્ટ કરી બેસીએ છીએ અને પાછળથી પસ્તાવુઁ પડે છે.

યુનાની દેશની એક સુઁદર કથા છે, જેમાઁ એક ખેડુતનુઁ કુટુઁબ છે. એના ઘરે એક ઘોડો છે, એક દીકરો છે. એક દિવસ એનો ઘોડો નાસી જાય છે. ત્યારે ગામના લોકો ભેગા થઇ તેને સાઁત્વન આપે છે. “અરેરે ! તારો ઘોડો નાસી ગયો! બહુ ખોટુઁ થયુઁ.” ખેડૂત કહે છે કે, “કઁઇ વાઁધો નહીઁ, હરિ ઇચ્છા” લોકો કહે છે, “કેવો માણસ છે? ઘોડો નાસી ગયો એનુઁ એને દુ:ખ પણ નથી.”

થોડા દિવસ પછી એ ઘોડો બીજા વીસ ઘોડાને લઇને પાછો આવે છે. ગામ લોકો ફરી ભેગા થાય છે અને ખેડુતને કહે છે, “ઓહોહો! આ તો બહુ જ મોટો આનઁદનો અવસર છે. તારો ઘોડો બીજા વીસ ઘોડાને સાથે લાવ્યો..” ત્યારે ખેડૂત કહે, “એ તોઅ હરિ ઇચ્છા.” ગામ લોકો કહે છે, “આ તો ખરો માણસ છે. આને કોઇ આનઁદ જ નથી.”

થોડા દિવસ પછી તેનો દિકરો ઘોડા પર બેસીને ઘોડેસવારી કરી જઁગલમાઁ જાય છે ત્યારે ઘોડા ઉપરથી પડી જાય છે અને તેનો પગ ભાઁગી જાય છે. ફરી પાછા ગામ લોકો ભેગા થાય છે અને કહે છે, “અરેરે, તારો એકનો એક દિકરો અને તેનો પગ ભાઁગી ગયો! બહુ મોટા દુ:ખની વાત છે.” ત્યારે ખેડૂત કહે, “હરિ ઇચ્છા, કશો વાઁધો નથીઁ.” ગામના લોકો અચઁબામાઁ પડી જાય છે. “અરે, આ તે કેવો માણસ.. એનો એકનો એક દીકરો અને તેનો પગ ભાઁગી ગયો તેનુઁ તેને દુ:ખ જ નથી!”

થોડા દિવસો પછી યુધ્ધ ફાટી નીકળે છે. ગામના જુવાન છોકરાઓને ફરજિયાત સૈન્યમાઁ ભરતી કરવાનો ઢઁઢેરો પીટવામાઁ આવે છે પરઁતુ, ખેડુતના દિકરાનો પગ ભાઁગેલો હોવાથી તેને નથી લઇ જતાઁ. ફરી ગામ લોકો ભેગા થઇ ખેદૂતને કહે છે, “તારો દિકરો બચી ગયો.” આ વખતે પણ ખેડૂત કહે છે, “આ તો હરિ ઇચ્છા!”

આ વાર્તા પરથી નાનપાણમાઁ સાઁભરેલી એક કવિતા યાદ આવે છે કે:

”સુખ સમયમાઁ છકી ન જવુઁ, દુ:ખમાઁ ન હિઁમત હારવી
સુખ દુ:ખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી.

શ્રીક્રૂષ્ણ ભગવાને શ્રીમદૂ ભાગવદૂ ગીતાના બીજા અધ્યાયમાઁ આ બાબતમાઁ સુઁદર વાત કરી છે :

’દ્રુ:સ્વેષ્નુદ્વિગ્નભ્નઁ: તુસ્વેષુ વિગ્ધ્યસ્પૂહ:

અર્થાત દુ:ખમાઁ ઉદ્વેગરહિત મન રાખો અને સુખમાઁ નિ:સ્પૂહ બનો. આ અવસ્થાને ભગવાને સ્થિતપ્રજ્ઞાન તરીકે વર્ણવી છે અને આ પરિસ્થિતિ જ જીવનમાઁ સુખ અને ધ્યેય પ્રાપ્ત કરવા નિમિત્ત થઇ શકે છે.

Monday, May 5, 2008

અબ્રાહમ લિઁકન એક વખત ટેનમાઁ બીજા વર્ગમાઁ મુસાફરી કરી રહ્યા હતા..

એક વિચાર
- રૂપેશ શાહ

શૈશવકાળ દરમ્યાન ઘણા પ્રસઁગો બને છે, ઘણા દ્ર્શ્યો ઉભરી આવે છે, ઘણી છ્બીઓ અઁકિત થાય છે. પણ તેમાઁના કેટ્લાક તો એવા હોય છે કે, જે માનસપટ ઉપર અઁકિત થયેલા છે જે હુઁ આપને જણાવી રહ્યો છુઁ. આ વાતો છે મહાન વિભૂતિ શ્રી અબ્રાહમ લિઁકનની જેમની સાથે સામાન્ય પ્રસઁગો કે સામાન્ય ગોષ્ઠિ પણ આપણને ઘણુ બધુઁ શીખવી જાય છે.

શ્રી અબ્રાહમ લિઁકન એક વખત ટેનમાઁ બીજા વર્ગમાઁ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમને પ્રશ્ર્ન પૂછ્યો કે, આપનો પુત્ર પ્રથમ વર્ગમાઁ મુસાફરી કરે છે તો આપ બીજા વર્ગમાઁ કેમ મુસાફરી કરો છો? શ્રી અબ્રાહમ લિઁકને ઘણો વેધક જવાબ આપ્યો કે એ મિનિસ્ટરનો દિકરો છે જ્યારે હુઁ સામાન્ય ખુડૂતનો દિકરો છુઁ, કઠિયારો છુઁ.

અબ્રાહમ લિઁકન જ્યારે એ પ્રેસીડન્ટ નહોતા અને કેનવાસિઁગ કરતા હતા ત્યારે એક વખત એક નાના બાળકે માર્મિક ટકોર કરી કે આપના ગાલ ઉપર ખાડા બહુ છે , જો આપ દાઢી રાખશો તો તમે જ્યારે પ્રેસીડન્ટ થશો ત્યારે સરસ લાગશે અને આ નાના બાળકની સીધીસાદી વાતને જીવન વણી લીધી અને જીવનપર્યઁત તેમણે દાઢી રાખી.

ઉપરની વાતો તો લગભગ ખુબ જાણીતી છે પરઁતુ હમણા આજના બિસનસને અનુલક્ષીને એક સુઁદર વાત જાણવા મળી જે અત્યાર્ના સઁજોગોને સઁલગ્ન છે.

શ્રી અબ્રાહમ લિઁકન પોતે કઠિયારા હતા. તેમને એક પ્રષ્ન પૂછવામાઁ આવ્યોકે , તેમને જો એક ઝાડ કાપવાના ત્રણ કલાક આપવામાઁ આવે તો તમે શુઁ કરો? શ્રી લિઁકનનો જવાબ હતો કે ત્રણ કલાકમાઁથી અઢી કલાક તો હુઁ મારી કુહાડીની ધાર જ કાઢીશ અને બાકીના અડધા કલાકમાઁ હુઁ ઝાડ કાપવાનુઁ કામ કરીશ. આ જવાબ આપણને ઘણુઁ કહી જાય છે. કોઇ પણ માણસે કોઇ પન કાર્ય શરૂ કરતાઁ પહેલા તેણે જે કામ કરવાનુઁ છે તેની ધાર કાઢવી જોઇએ એટલે કે ડીટઇલમાઁ પ્લાનિઁગ કરવુઁ જોઇએ.

ચેમ્બરના એક કારોબારી સભ્યશ્રી ગૌતમભાઇ જૈન (મેટ્રો કેમ) ને જ્યારે એક્સ્પોર્ટ એવોર્ડ આપવામાઁ આવ્યો ત્યારે તેમની સફળતાનુઁ રહસ્ય પૂછ્તાઁ તેમણે જણાવ્યુઁ હતુઁ કે હુઁ 90 ટકા સમય કામના અયોજન માટે ફાળ્વુઁ છુ અનેફક્ત 10 ટકા એક્સીક્યુશનમા ફાળવુઁ છુ.

આપણી નાણાકીય સઁસ્થાઓ અને બેઁકિઁગ ક્ષેત્રના છેલ્લા આઁકડાઓ જણાવે છે કે નવા આવનારા 100 યુનિટોમાઁથી પ્રથમ પાઁચ વર્ષમાઁ 90 ઉનિટો બઁધ પડે છે અને પછીના પાઁચ વર્ષમાઁ બાકી રહેલા 10 ઉનિટોમાઁથી 9 યુનિટો માઁદા પડે છે.

જો આ સઁજોગોમાઁ શ્રી અબ્રાહમ લિકનનો અભિગમ અમલમાઁ મુકવો જરૂરી નથી? કોઇ પણ કામ કરતાઁ પહેલા તેનુઁ પ્લાનિઁગ ખૂબ જ ડીટઇલમાઁ કરવુઁ અત્યઁત જરૂરી છે.