Wednesday, June 25, 2008

દુ:ખમાઁ ઉદ્વેગરહિત મન રાખો અને સુખમાઁ નિ:સ્પૂહ બનો

એક વિચાર
- રૂપેશ શાહ

વેપાર ધઁધામાઁ ચઢતી-પડતી તો આવ્યા જ કરતી હોય છે. અર્થશાસ્ત્રના સિધાઁત પ્રમાણે પણ ચઢતી અને પડતીનો આ ક્રમ અનિવાર્ય છે. અર્થશાસ્ત્રમાઁ પણ જણાવ્યુઁ છે કે, prosperity પછી recession પછી depression અને પછી ફરી revival થાય. આ cycle નિરઁતર ચાલ્યા જ કરે છે.

આપણે સૌ આ ક્રમથી જાણકાર છીએ છતાઁ પણ આપણે જોયુઁ છે કે જરા સરખા રીસેશન થી કે વેપારમાઁ મઁદીથી આપણે ખૂબ જ વ્યથિત થઇ જઇએ છીએ અને એનાથી વિપરીત જ્યારે Prosperity હોય ત્યારે આનઁદથી છલકાઇ જઇને, ના કરવાના હોય તેવા ઇન્વેસ્ટમેન્ટ કરી બેસીએ છીએ અને પાછળથી પસ્તાવુઁ પડે છે.

યુનાની દેશની એક સુઁદર કથા છે, જેમાઁ એક ખેડુતનુઁ કુટુઁબ છે. એના ઘરે એક ઘોડો છે, એક દીકરો છે. એક દિવસ એનો ઘોડો નાસી જાય છે. ત્યારે ગામના લોકો ભેગા થઇ તેને સાઁત્વન આપે છે. “અરેરે ! તારો ઘોડો નાસી ગયો! બહુ ખોટુઁ થયુઁ.” ખેડૂત કહે છે કે, “કઁઇ વાઁધો નહીઁ, હરિ ઇચ્છા” લોકો કહે છે, “કેવો માણસ છે? ઘોડો નાસી ગયો એનુઁ એને દુ:ખ પણ નથી.”

થોડા દિવસ પછી એ ઘોડો બીજા વીસ ઘોડાને લઇને પાછો આવે છે. ગામ લોકો ફરી ભેગા થાય છે અને ખેડુતને કહે છે, “ઓહોહો! આ તો બહુ જ મોટો આનઁદનો અવસર છે. તારો ઘોડો બીજા વીસ ઘોડાને સાથે લાવ્યો..” ત્યારે ખેડૂત કહે, “એ તોઅ હરિ ઇચ્છા.” ગામ લોકો કહે છે, “આ તો ખરો માણસ છે. આને કોઇ આનઁદ જ નથી.”

થોડા દિવસ પછી તેનો દિકરો ઘોડા પર બેસીને ઘોડેસવારી કરી જઁગલમાઁ જાય છે ત્યારે ઘોડા ઉપરથી પડી જાય છે અને તેનો પગ ભાઁગી જાય છે. ફરી પાછા ગામ લોકો ભેગા થાય છે અને કહે છે, “અરેરે, તારો એકનો એક દિકરો અને તેનો પગ ભાઁગી ગયો! બહુ મોટા દુ:ખની વાત છે.” ત્યારે ખેડૂત કહે, “હરિ ઇચ્છા, કશો વાઁધો નથીઁ.” ગામના લોકો અચઁબામાઁ પડી જાય છે. “અરે, આ તે કેવો માણસ.. એનો એકનો એક દીકરો અને તેનો પગ ભાઁગી ગયો તેનુઁ તેને દુ:ખ જ નથી!”

થોડા દિવસો પછી યુધ્ધ ફાટી નીકળે છે. ગામના જુવાન છોકરાઓને ફરજિયાત સૈન્યમાઁ ભરતી કરવાનો ઢઁઢેરો પીટવામાઁ આવે છે પરઁતુ, ખેડુતના દિકરાનો પગ ભાઁગેલો હોવાથી તેને નથી લઇ જતાઁ. ફરી ગામ લોકો ભેગા થઇ ખેદૂતને કહે છે, “તારો દિકરો બચી ગયો.” આ વખતે પણ ખેડૂત કહે છે, “આ તો હરિ ઇચ્છા!”

આ વાર્તા પરથી નાનપાણમાઁ સાઁભરેલી એક કવિતા યાદ આવે છે કે:

”સુખ સમયમાઁ છકી ન જવુઁ, દુ:ખમાઁ ન હિઁમત હારવી
સુખ દુ:ખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી.

શ્રીક્રૂષ્ણ ભગવાને શ્રીમદૂ ભાગવદૂ ગીતાના બીજા અધ્યાયમાઁ આ બાબતમાઁ સુઁદર વાત કરી છે :

’દ્રુ:સ્વેષ્નુદ્વિગ્નભ્નઁ: તુસ્વેષુ વિગ્ધ્યસ્પૂહ:

અર્થાત દુ:ખમાઁ ઉદ્વેગરહિત મન રાખો અને સુખમાઁ નિ:સ્પૂહ બનો. આ અવસ્થાને ભગવાને સ્થિતપ્રજ્ઞાન તરીકે વર્ણવી છે અને આ પરિસ્થિતિ જ જીવનમાઁ સુખ અને ધ્યેય પ્રાપ્ત કરવા નિમિત્ત થઇ શકે છે.